Skip to content

મારા વિશે

heena1

મારું નામ હિના એમ. પારેખ. હું દક્ષિણ ગુજરાતના વલસાડમાં મારા મમ્મી-પપ્પા સાથે રહું છું. જ્ઞાતિએ અમે સોની પણ મારા મમ્મી-પપ્પા વ્યવસાયે શિક્ષક હતા. હાલ બન્ને નિવૃત્ત જીવનમાં પ્રવૃત્ત છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી મેં બી.કોમ. અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપ્લોમા ઈન જર્નાલિઝમની ડિગ્રી મેળવી છે. અને પ્રાઈવેટ ઈન્સ્ટીટ્યુટમાંથી કોમ્પ્યુટરનો કોર્ષ કર્યો છે. સાત વર્ષ સુધી શેઠ ભગવાનદાસ બ્રીજભૂખણદાસ બલસાર પીપલ્સ બેન્ક લી.માં ક્લાર્ક અને કેશિયર તરીકે કામગીરી બજાવી. પણ બેન્ક ફડચામાં જતાં બેન્કની ફરજમાંથી છૂટા થવું પડ્યું. હાલ હું એક પ્રખ્યાત હોસ્પિટલ અને ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટરમાં ફરજ બજાવું છું.

 

સાહિત્ય પ્રત્યેની રુચિ માટે હું મારા મમ્મી-પપ્પા અને મારી મોટીબેન પ્રીતિની આભારી છું. આ ત્રણેના કારણે મને પુસ્તકો વાંચવાની ટેવ પડી અને એમ કરતાં સાહિત્યમાં રસ પડ્યો. લાઈબ્રેરીના મોટેભાગના પુસ્તકો મેં એકથી વધારે વખત વાંચ્યા હતા. જ્યારથી મેં નોકરી કરવાનું શરૂ કર્યું ત્યારથી પુસ્તકો ખરીદીને જ વાંચવાની કુટેવ પડી છે. હાલમાં મારી અંગત લાઈબ્રેરીમાં લગભગ ૧૦૦૦ પુસ્તકો છે.

 

સાહિત્યના શોખની સમાંતર જ મારી અધ્યાત્મ પ્રત્યેની રુચિ પણ વિકસતી રહી છે. ઘરમાં ધાર્મિક વાતાવરણ તો હતું જ. સાથે આધ્યાત્મિક પુસ્તકોનું વાંચન પણ હતું. સ્વામી વિવેકાનંદ, રામકૃષ્ણ પરમહંસ, મહર્ષિ અરવિંદ, પૂ. માતાજી, ઓશો, સ્વામી યોગાનંદ, સ્વામી દયાનંદ સરસ્વતીજી(કોઈમ્બતુર), સ્વામી વિદિતાત્માનંદજી(અમદાવાદ), દિલીપકુમાર રોય વગેરે જેવા આર્ષદ્રષ્ટાઓને વાંચવાનું થયું છે. સ્વામી દયાનંદ સરસ્વતી(કોઈમ્બતુર)ના શિષ્યા સ્વામીની સદવિદ્યાનંદાજી પાસે વેદાંતને શ્રવણ કરવાનો મોકો પણ મળ્યો છે. રાધાવલ્લભ સંપ્રદાયના પૂ. ડો. સરલા ગોસ્વામી પાસે મેં મંત્રદિક્ષા લીધી છે. વખતોવખત ઓશોની ધ્યાન શિબિર પણ કરું છું. ટી.વી.ના માધ્યમ દ્વારા પૂ. મોરારીબાપુ અને પૂ. આનંદમૂર્તિ માને સાંભળવાનું મને ગમે છે.

 

સાહિત્ય પ્રત્યેની મારી અઢળક રુચિ અને પુસ્તકો સાથેની અઠંગ મૈત્રીના કારણે ઘણી બધી સાહિત્યીક રચનાઓને માણવાનું થયું છે. જે કંઈ ગમી જાય તે ડાયરીમાં ટપકાવવાની આદત પણ ખરી. પરિણામે આ સંગ્રહ ઘણો મોટો થતો ગયો. આ બધું મારા સિવાય કોણ વાંચશે? કોણ માણશે?-એ વિશે આ પહેલાં મેં કદી વિચાયુઁ નહોતું. દિવ્યભાસ્કરમાં આવતી હિમાંશુ કીકાણીની સાયબર સફર કોલમ દ્વારા ગુજરાતી બ્લોગ વિશે જ્યારે જાણ્યું ત્યારે મને થયું કે……

ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીએ

ને ગમતાંનો કરીએ ગુલાલ

(મકરન્દ દવે)

 

શ્રી ધવલભાઈ શાહ (www.dhavalshah.com)ના માર્ગદર્શન દ્વારા Unicodeથી ગુજરાતીમાં ટાઈપ કરતાં શીખી. અને ગમતાંનો ગુલાલ કરવા માટે જૂન ૧૦, ૨૦૦૮ના રોજ મારા બ્લોગ મોરપીંછ (www.heenaparekh.wordpress.com અને www.parekhheena.blogspot.com) ની શરૂઆત થઈ. હાલના તબક્કે રોજ એક કવિતા પોસ્ટ કરવાનો નિયમ રાખ્યો છે. સાહિત્યના બીજા સ્વરૂપોને ક્રમશ: સ્થાન આપવા માટે ભવિષ્યમાં પ્રયત્ન કરીશ. બ્લોગ પર રોજ એક કવિતા મૂકવાના કારણે મને રોજ કવિતા માણવાની તક મળી છે તેનો આનંદ અવર્ણનીય છે.

 

મોબાઈલ મેસેજનો પણ ઘણો મોટો સંગ્રહ હોવાથી બીજા બ્લોગ મોબાઈલ મેસેજ (www.parekheena.wordpress.com) ની પણ શરૂઆત કરી છે. પણ એ બ્લોગ પર હું નિયમિત રીતે પોસ્ટ કરતી નથી.

 

બ્લોગ વાંચીને મિત્રો પ્રતિભાવ આપે તો સારું લાગે છે. એનાથી એ જાણવા મળે છે કે બ્લોગ દ્વારા કેટલા મિત્રો સાહિત્યના સંપર્કમાં છે. બાકી, કવિતા અંગેનો પ્રતિભાવ તો જે તે કૃતિના સર્જકને અર્પણ છે. કારણ કે હું તો માત્ર કવિતાને બ્લોગ પર મૂકી સાહિત્યરસિકો સુધી પહોંચાડવાનું જ કામ કરું છું. પ્રશંસાના સાચા હકદાર તો મૂળ સર્જકો જ છે.

 

મારા સાહિત્ય સર્જન વિશે જણાવું તો થોડી કવિતા અને નવલિકાઓ લખી હતી. અને એમાંથી કેટલીક વિવિધ સામાયિકોમાં પ્રકાશિત પણ થઈ હતી. ગુજરાતી સામાયિક પારિજાત (જે પછી મનાંકન ના નામે ઓળખાયું અને હાલ બંધ છે)માં એક વર્ષ સુધી પત્રમૈત્રી આધારીત મૈત્રીની મહેક કોલમ મેં સંભાળી હતી. ડો. ગોપાલ શર્મા સહરલિખિત, હિન્દી સાહિત્ય અકાદમીનો પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત પુસ્તક તિનકા તિનકા સપને નો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. કોઈ કારણસર પુસ્તક હજુ અપ્રકાશ્ય છે.

 

હાલ ઘણાં સમયથી કંઈ મૌલિક સર્જન થયું નથી. કુન્દનિકા કાપડિઆએ એમના એક પુસ્તકમાં લખ્યું છે કે લખવુંએ હંમેશા મને બીજી કોટીની-સેકન્ડરી વસ્તુ લાગી છે. પહેલી કોટીની વસ્તુ છે : જીવવું. અનુભૂતિ તે મુખ્ય વસ્તુ છે, આલેખન પછી આવે છે. સર્જન બાબતે હું પણ કંઈક આવું જ અનુભવું છું. ઘણાં એવા પ્રસંગો બનતાં હોય છે જેના વિશે લખી શકાય. પણ તેની મને અનુભૂતિ થવી, તે વાત મારા હ્રદય સુધી પહોંચવી અને સમવેદના અનુભવવી એ મારા માટે વધારે અગત્યનું છે. લખવાની લ્હાયમાં ક્યાંક તે ક્ષણને જીવવાનું-તેમાં ઓતપ્રોત થવાનું ન ભૂલી જવાવું જોઈએ. બાકી તો લખવાની જ્યારે અંતરની ઊર્મી થાય છે ત્યારે આપોઆપ જ લખાઈ જાય છે. જ્યારે નથી થતી ત્યારે બિલકુલ નથી લખાતું. મને એ વાતનો અફસોસ નથી. જાત સાથે જબરજસ્તી કરીને લખવામાં મને મજા નથી આવતી. કોઈની ફરમાઈશ પર હું કંઈ પણ લખી શકતી નથી. એ માટે કદાચ મારો મૂડી સ્વભાવ પણ જવાબદાર છે. તેથી જ મેં મારું ઉપનામ મનમૌજી રાખ્યું છે.

 

વાંચન અને લેખન સિવાય મારા અન્ય શોખ સંગીત સાંભળવું, પત્રમૈત્રી, પ્રવાસ, કુદરતી સૌંદર્યને માણવું, ફોટોગ્રાફી, નેટ સર્ફિંગ અને રેકી છે. રેકીમાં હું સેકન્ડ ડિગ્રી સુધી શીખી છું.

 

ટૂંકમાં કહું તો..અધ્યાત્મ મારું મૂળ છે,

પુસ્તકો મારા શ્રેષ્ઠ મિત્ર છે,

અને…સાહિત્ય મારું જીવન છે.


સંપર્ક:

આ બ્લોગ દ્વારા

અથવા heena.m.parekh@gmail.com


હિના પારેખ મનમૌજી”.


 

 

[મારો આ પરિચય શ્રી વિજયકુમાર શાહના બ્લોગ www.gujaratisahityasangam.wordpress.com પર “બ્લોગર વિશે માહિતી” વિભાગ અંતર્ગત પોસ્ટ થયો છે. જે વાંચવા માટે અહીં ક્લીક કરો.]

Advertisements
102 ટિપ્પણીઓ leave one →
  1. જૂન 11, 2008 1:09 એ એમ (am)

    Welcome to Gujarati blog world.

  2. જૂન 11, 2008 6:49 પી એમ(pm)

    how do I know abvout you ??

  3. જૂન 12, 2008 4:27 એ એમ (am)

    ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે.

  4. Amit permalink
    જૂન 23, 2008 5:21 એ એમ (am)

    Very Good !!!! Keep it up !!!!!!!

  5. ashok permalink
    જૂન 23, 2008 1:46 પી એમ(pm)

    saras parichay chhe……..

  6. himalek32 permalink
    જૂન 23, 2008 2:00 પી એમ(pm)

    ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે.

  7. જૂન 23, 2008 3:13 પી એમ(pm)

    Welcome Heenaben. I am late in visiting your blog.

  8. rdsaxena permalink
    જૂન 26, 2008 3:28 એ એમ (am)

    सीधी सरल जुबान में अपना बयान ! सरल शब्द प्राकृतिक बयार की तरह, हिना की यही पहचान है |

    अपनी मातृभाषा के प्रति जैसा अनुराग जैसा हिना को दिया है, वैसा ईश्वर सबको दे | रचने और बांचने वाले के सब मनोरथ पूर्ण हों !! ब्लॉग कीर्ति का स्तम्भ बने, शिखर बने ! शुभता की पताका सा सदा लहराए !!

  9. rdsaxena permalink
    જૂન 26, 2008 4:12 એ એમ (am)

    सीधी सरल जुबान में अपना बयान ! सादा सरल शब्द, ठेठ प्राकृतिक बयार की तरह; हिना की यही तो पहचान है |

    अपनी मातृभाषा के प्रति जैसा अनुराग हिना को दिया है, वैसा ईश्वर सबको दे | रचने और बांचने वाले के सब मनोरथ पूर्ण हों !!

    ब्लॉग कीर्ति का स्तम्भ बने, शिखर बने ! शुभता की पताका सदा लहराए !! ऐसी शुभकामना है |

    rds

  10. chandravadan permalink
    જુલાઇ 2, 2008 2:07 એ એમ (am)

    Dear Heena Welcome to Gujarati Blog ! Wishing you all the best. Please visit my site at>>>
    http://www.chandrapukar.wordpress.com

  11. જુલાઇ 6, 2008 3:42 પી એમ(pm)

    ગમ્યું .. ઘણુ ગમ્યુ .. અંતરના ઊંડાણમાં – મારો બ્લોગ .. મુલાકાત લેજો .. મારા જેવા નવા સવા બ્લોગરના બ્લોગ પર તમને ગમે એવુ શુ હશે .. એ તો તમે જણાવો તો જ ખબર પડે ને ?

  12. G.R.Bhatol permalink
    જુલાઇ 11, 2008 12:24 પી એમ(pm)

    Heenaji, I don’t know how to express my thanks but I kliked your webpage very interesting. It was my forst occation to go though such Gujarati page on net. I am now at office but definately I will go though all the matter posted here from home pc. I am from Gujarat India. ..Keep postings..
    my email address is bhatol@gmail.com

    With Thanks…

  13. સુરેશ જાની permalink
    જુલાઇ 13, 2008 7:14 એ એમ (am)

    “હાલ ફુલ ટાઈમ બ્લોગર છું. ” – ગમ્યું. સરસ પ્રવ્રુત્તી – મારી જેમ!

    સમ્પર્ક કરશો તો ગમશે.

  14. જુલાઇ 13, 2008 6:21 પી એમ(pm)

    welcome

  15. જુલાઇ 15, 2008 5:08 એ એમ (am)

    welcome to this beautiful net world…

    all ths best..

    nilam doshi
    http://paramujas.wordpress.com

  16. યશવંત ઠક્કર permalink
    જુલાઇ 19, 2008 8:31 પી એમ(pm)

    ધન્યવાદ.

  17. Mayank permalink
    જુલાઇ 25, 2008 4:22 એ એમ (am)

    Well.. I never likes poems.. But I think I should change my attitude..

  18. preet permalink
    જુલાઇ 25, 2008 1:35 પી એમ(pm)

    I don’t know gujarati very vell. so reply in english.

  19. NEHAL permalink
    જુલાઇ 26, 2008 10:04 એ એમ (am)

    MIND BLOWING

  20. jayesh permalink
    જુલાઇ 27, 2008 10:20 પી એમ(pm)

    khub sarash. keep on continue.

  21. Nehal permalink
    જુલાઇ 31, 2008 10:30 એ એમ (am)

    According to your profile , you are commerce student but here i see some special ART inhurant in ur heart.

  22. rahul permalink
    ઓગસ્ટ 12, 2008 3:14 પી એમ(pm)

    can u become my pen friend?

  23. rahul permalink
    ઓગસ્ટ 12, 2008 3:16 પી એમ(pm)

    u r gernalist but ,working in hospital ? some mismatch here.contact me urgent if possible.

  24. dr shashank permalink
    ઓગસ્ટ 12, 2008 6:46 પી એમ(pm)

    I likes ur choice,there are few person who are interested in this type of poem,reading,gujarati gazals,thank you very much.

  25. Kanhem permalink
    ઓગસ્ટ 25, 2008 7:58 પી એમ(pm)

    I liked Meera Bhajan and nice to know about yourself, you got very good interest in your life, keep it up. Kanhem

  26. સપ્ટેમ્બર 1, 2008 9:47 પી એમ(pm)

    હીનાબેન,
    સૌપ્રથમ ગુજરાતી બ્લોગજગતમાં સુસ્વાગતમ. મારા બ્લોગ http://www.mitixa.com ની મુલાકાત લેવા બદલ આભાર. તમે વલહાડની યાદ અપાવી એથી આનંદ થયો. ઘણો નાનો હતો ત્યારે વલસાડ છોડી દીધેલું. તમારા પરિચયે જાણે જન્મસ્થળ સાથે એક નવો તંતુ જોડાયો. તમારી પસંદગી સુંદર છે. લખતા રહેજો અને આ માધ્યમથી મળતા રહેજો. શુભેચ્છા સહ.

  27. VISHAL permalink
    સપ્ટેમ્બર 2, 2008 7:51 પી એમ(pm)

    i like blogssssssss

  28. VISHAL permalink
    સપ્ટેમ્બર 2, 2008 7:51 પી એમ(pm)

    i like blogssssssss
    but some mist….k
    photu kidhar he bossssss

  29. Margesh permalink
    સપ્ટેમ્બર 5, 2008 11:16 પી એમ(pm)

    Hi
    this is margesh here
    I want to some poem that encourage some one
    please will u send me on my id

  30. hiteshbhai joshi permalink
    સપ્ટેમ્બર 11, 2008 1:27 પી એમ(pm)

    namaste i am from Rajkot Dr Hitesh Jsohi, i have gone through each and every post and to be very frankly we are highly appreciated

    Congratulation

    whenever you come to Rajkot pl do come

    My in laws are from Valsad my wife Mrs Manisha is from Valsad

    hitesh Joshi 9824214757 hitraj29@yahoo.com

  31. B D Shilu permalink
    સપ્ટેમ્બર 15, 2008 1:15 એ એમ (am)

    હિનાબેન,
    વેબ પર ગુજરાતી જોઇ ખુબ આનન્દ થાય છે. આપની ઉત્તરોત્તર પ્રગતિ થતી રહે તેવી હાર્દિક શુભકામના……….ભવસુખ શિલુ.
    ૧૦૯-નવકાર એપાર્ટમેન્ટ, ૩-હિમ્મતનગર કોલોનિ, જામનગર

  32. સપ્ટેમ્બર 25, 2008 10:49 પી એમ(pm)

    Welcome to Blogers team and Surfers like me.

  33. hemu parmar permalink
    સપ્ટેમ્બર 26, 2008 4:02 પી એમ(pm)

    tamaro blog bahu saro se

  34. hemu parmar permalink
    સપ્ટેમ્બર 26, 2008 4:07 પી એમ(pm)

    તમારો બ્લોગ બાહુ સરસ છે
    ગુજ્રરાતી બ્લોગ જગતમા તમારુ સ્વાગત છે

  35. kamlesh permalink
    ઓક્ટોબર 1, 2008 1:42 પી એમ(pm)

    khubaj saras 6 ben pan ajni pedhi aa badhathi dur thati jay 6 kalchar badlay 6 apne vache chhiye
    pan loi tamara jeva bhagvan 6 k sanskruti jivant rakhi shake hu tene fully support karva betho chu
    vachak
    kamlesh

  36. ઓક્ટોબર 3, 2008 7:12 પી એમ(pm)

    Very nice Blog! Good work, keep it up!
    મારો નવો બ્લોગ છે :http://binatrivedi.wordpress.com/

  37. Shashank Mehta permalink
    ઓક્ટોબર 3, 2008 7:39 પી એમ(pm)

    UR rachanas ARE PREETY heart touching…

  38. ramakant shah permalink
    ઓક્ટોબર 5, 2008 11:54 પી એમ(pm)

    you are amazing I do not normally read poems but your poems are inspiration. I live i n london and i am sure there are many like me who read your poems keep it upp

  39. priti permalink
    ઓક્ટોબર 7, 2008 5:32 પી એમ(pm)

    Very nice….. keep it up
    Priti

  40. chandresh h patel permalink
    ઓક્ટોબર 8, 2008 1:27 પી એમ(pm)

    I am always inspire by your good morning mails in different groups so i visited your blogs.It is good moderating the activitied conducted by you.keep it up and pray to almighty that you will be richer in all sense.
    thanks

  41. kishormadlani permalink
    ઓક્ટોબર 16, 2008 3:37 એ એમ (am)

    ha..mane khubj gamayu ..tamari gujarati rachnao vancvanu khub j gamshe…tamne ..dhher sari shubhkamna

  42. ઓક્ટોબર 21, 2008 3:59 પી એમ(pm)

    હેલો મેડમ,

    ખૂબ સરસ પોસ્ટિંગ હોય છે અહી તમને બ્લોગ બનવા નો વિચાર ક્યા થી આવ્યો, શુ હૂ ઍ જાણી શકું છુ.

  43. mitesh permalink
    ઓક્ટોબર 26, 2008 12:13 પી એમ(pm)

    nice poeam i like it send me more nice poeam. kip in tuch ..

  44. dr sudhir shah permalink
    નવેમ્બર 1, 2008 9:13 પી એમ(pm)

    i am inviting you to visit my web blog : http://www.drsudhirshah.wordpress.com and do visit our shreenathjis web site : http://www.shreenathjibhakti.org you will love it.
    your blog is very nice. be happy always.
    Dr.Sudhir Shah na jai shree krishn

  45. નવેમ્બર 2, 2008 7:41 એ એમ (am)

    માસ્ટર ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન્શ? સરસ. હું પણ 🙂

  46. Bharat Mistry permalink
    નવેમ્બર 4, 2008 3:09 પી એમ(pm)

    Its quite impressive Do keep on search and collect these kind of words

    Bharat Mistry

  47. નવેમ્બર 7, 2008 10:00 પી એમ(pm)

    very nice keep it up,i m also interesting to write a poem,but my thinking is not like you,but u r very very gud cotinue and all the best

  48. નવેમ્બર 10, 2008 12:38 એ એમ (am)

    હિના એમ. પારેખ “મનમૌજી” બહુ સરસ કામ છે.

    શ્રી ગાયત્રી જ્ઞાન મંદિર – જેતપુર ના ગુજરાતી બ્લોગ-જગતમાં 200 પોસ્ટ અપડેટ કરી રહ્યો છું.

    નેટ જગતનાં ગુજરાતી બ્લોગને “નેટ જગતનાં ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી” પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.

    Please visit my blog :… http://gaytrignanmandir.wordpress.com

  49. blogotsav permalink
    નવેમ્બર 10, 2008 3:54 પી એમ(pm)

    its very nice….
    hey m prakruti raval…n i like yr activites.

  50. નવેમ્બર 11, 2008 10:56 એ એમ (am)

    hi, aapki kavita achhi lagi. aapki kavita me ek gahrayee he jo dil ko chhuti he. lagta he aapne kafi chot khaye he ji apki kavita me dard ka ehsas he vah kafi achha laga.

  51. નવેમ્બર 14, 2008 11:24 એ એમ (am)

    Hi Heena, I like your all Kavita You are Great and your wordings are very nice i m very impress thanks.

  52. alpa permalink
    નવેમ્બર 14, 2008 2:18 પી એમ(pm)

    heena
    i’m much impressed by ur writings
    plz keep this spirit up
    so that ppl like me can have the real touch of mothertongue with ur poems and thoughts!
    tk cr dear

  53. નવેમ્બર 14, 2008 4:03 પી એમ(pm)

    Tame aa site mate khubj mahenat karo chho te badal abhinandan. Iswar tamaru swasthya khubaj saru rakha ane tame aa kshetra ma khubaj uchatam shikhar sar kero tevi prabhu prarthana-
    jhsoni

  54. નવેમ્બર 16, 2008 3:15 એ એમ (am)

    ગુજરાતી બ્લોગ-જગતમાં આપનું હાર્દિક સુસ્વાગતમ્ !!!

    આ બ્લોગ માટે ખૂબ ખૂબ અભિનંદન…

    આપનો ગુજરાતી બ્લોગ જોઈ ઘણોજ આનંદ થયો..

    લખતા રહેજો અને આ માધ્યમથી મળતા રહેજો.

    એવી અભિલાષા સહ… હાર્દિક શુભકામનાઓ !

    દિવ્યેશ પટેલ

    http://divyesh-patel.blogspot.com

    http://divyeshsanghani.blogspot.com

    http://dreams-of-world.blogspot.com

  55. નવેમ્બર 16, 2008 6:16 પી એમ(pm)

    REspecte Sister
    y are agreat syaer withyour own created gujarati rechena that mostly i read evey day. you migth be come to know that our gujatati great shayer Sir Adl\il Mensuriji is passed away befor few daya at USA. A sredhanjeli shabha was organised by Sahitya Parisad at asram ROad on 7 th nov saturday. the sabha was started by performing well known ghazals of adilji by S naynesh JAni & shomil nunshi. well known sahitya kar shi chinubhai modi Labhshanker tahkore has given their unforgotable insidance that tey enjoy with adilji. my main aim to write you is to put such event that our member have on blogs with some ghazals of this shayers taht is real sradhnjel. i ma singer singinging gujarati ghazals, sugam git & own group that singing all kind of music twice in a weak in paldi area

  56. Hasmukh Bulsara permalink
    નવેમ્બર 24, 2008 3:37 એ એમ (am)

    Hello Hinaben
    I liked your website.I really enjoyed Gazals. Please keep up good work.I am also from Valsad and studied in N.K.M.Science college before went to Engineering.I know Ushanas who was a Art college professor in N.K.M.

  57. નવેમ્બર 24, 2008 7:58 પી એમ(pm)

    ખૂબ ખૂબ અભિનંદન ..!

    ગુજરાતી પ્રત્યે નો તમારો પ્રેમ અનુભવ્યો !…

    આ જ રીતે ગુજરાત અને ગુજરાતીનુ ગૌરવ વધારતા રહો…!

    ફરી મળીશુ….

    દિવ્યેશ પટેલ

    http://www.krutarth.co.cc

    http://www.divyeshsanghani.co.cc

    http://www.dreams-of-world.co.cc

  58. ravi mathur permalink
    નવેમ્બર 28, 2008 2:50 પી એમ(pm)

    Dear Heena ben,

    It’s great to see such blog. I born & brought up in Gujarat. Rather being a hindibhashi I am Gujarati by Soul. I have also written gazals & short stories in Gujarati. well, congratulations again.
    see you!

    warm regards,

    Ravi Mathur

  59. નવેમ્બર 28, 2008 10:43 પી એમ(pm)

    ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે.

    આપનો આ બ્લોગ ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી”
    વિભાગમાં સમાવેશ કરેલ છે…

    (Last updated on: November 27, 2008 By Kantilal Karshala

    http://gaytrignanmandir.wordpress.com/gujarati_blog_jagat/

  60. Nehal permalink
    ડિસેમ્બર 1, 2008 10:21 એ એમ (am)

    I Like to reply you and appreciate with raise of both hands. you’r poet is really wonderful. Even many times i had sending messg., but there is no feedback/reply at your end. If you can mail me on my same id.

  61. Nehal permalink
    ડિસેમ્બર 1, 2008 10:22 એ એમ (am)

    Excellent., keep mailling

  62. ડિસેમ્બર 4, 2008 1:46 પી એમ(pm)

    Aa Archana ne tamari Rachna o bahu j game 6.
    “Hu tane chahu 6u” khub j saras 6. Keep it up.

  63. jhsoni permalink
    ડિસેમ્બર 6, 2008 4:46 પી એમ(pm)

    Dear Sister,
    I read ADilji Ghazals put on your blogs Thanka for the same. Our group is ecellent & pefoming best in our group aim .
    Once again thanks
    Jagdish soni

  64. jhsoni permalink
    ડિસેમ્બર 11, 2008 4:18 પી એમ(pm)

    Dear sister
    Please give me postal adress of your website so that i can post ghzals of Sir Adiliji & some worthful events of his life that given by Shi Chinubhai Modi & Shri Labhshankar Thakore during Shradhanjeli shabha at Ahmedabad . I dont know gujarati type .Evev if I type the matter outsource gujatrati pond problems may arise other wise you suggest the pond type so that same can be directly converted.
    thanks
    jagdish soni

  65. Dipal Patel permalink
    ડિસેમ્બર 29, 2008 12:31 પી એમ(pm)

    Hi dear,
    aap je kam kari rahyachho e khubaj saras chhe i like it pan mane aapni krutio game chhe.
    pan mane aaradhi bhajan ma vadhare ras chhe ane jo tamari pase avu kaik hoy athva aapni pase evi koi site hoy to please mane jarur thi mokal jo ……

    Jay shree Krishna

  66. જાન્યુઆરી 1, 2009 1:34 એ એમ (am)

    Dear Divaine Sister Heenaji Namaste, first time visited you and read about you.. you and we have all same interes except reiky I dont know whai is it.
    tamaru kavya pan vanchyu. saras lakho chho. hu blogjagatma navo nishaliyo chhu..thoth..haa mane shirshak gamyu Morpichcha..bahu ja lobhamnu chhe..manam thay ke teni janyaa hu hou to..irshya thaaay chhe..Morpichchani..Mare ne Adil mansuri ne Khasu najik aavvanu banelu..temne pote mane aapel sangrah per me kahyu matra hastakshar nahi pankti lakhi aapo..temne lakhyu,…ej haatho ma chhe mari jindgi, sachvi na je shakyaa mehdino rang !!
    fari malish happy new year. dilip from leicestergurjari blog

  67. harish permalink
    જાન્યુઆરી 5, 2009 1:02 પી એમ(pm)

    its mind blowing. Would you like to be my pen friend. keep it up.

  68. માર્ચ 9, 2009 11:41 એ એમ (am)

    હિના પારેખ,

    જનરલી બનતું હોય છે એવું કે પહેલા પરિચય વંચાય પછી પરિચય થાય, આપણા કિસ્સામાં ઉલ્ટુ થયું, આપણે સંવાદ તો કરીયે છીએ પરંતુ મેં તમારો આ પરિચય આજે ધ્યાનથી વાંચ્યો, અને એ પણ જો તમે ન કહ્યુ હોત તો ખબર નહી ક્યારે વાંચત.

    ખોટા વખાણની કે સાચુ છુપાવાની (કુ) ટેવ નથી રાખી સ્પષ્ટતા સાથે કહુ તો..

    1- તમે પદ્યના રસીક હોવા છતાં ગદ્ય પણ આટલું સરસ લખી શકતા હશો એનો અંદાજ ન હતો!

    2- કુન્દનિકા કાપડિયાની જે વાત સાથે સહમત થઈને તમે કહો છો, ” લખવાની લ્હાયમાં ક્યાંક તે ક્ષણને જીવવાનું-તેમાં ઓતપ્રોત થવાનું ન ભૂલી જવાવું જોઈએ. બાકી તો લખવાની જ્યારે અંતરની ઊર્મી થાય છે ત્યારે આપોઆપ જ લખાઈ જાય છે. જ્યારે નથી થતી ત્યારે બિલકુલ નથી લખાતું. મને એ વાતનો અફસોસ નથી. જાત સાથે જબરજસ્તી કરીને લખવામાં મને મજા નથી આવતી” એ ખરેખર ગમ્યું.

    3- અંતમાં કહુ કે સાહિત્ય એટલે માત્ર શાયરીઓ (અને એ પણ ચોરેલી કે તદન હિન યા નાદાન કક્ષાની) નહી પરંતુ જીંદગીને માણી, જાણી અને ચાળીને 1000 જેટલા પુસ્તકોને, કુદરતને, પરિવારને અને પોતાની જાતને પણ પ્રેમ કરતા કરતા ગમતાનો ગુલાલ કરવો એ તમારી પાસેથી જાણીને અજીબ અને ખુબ જ આનંદ થયો.

  69. માર્ચ 26, 2009 3:16 એ એમ (am)

    hina ‘manmoji’,
    tara vishe tane vachi ne maja avee!
    ‘GAVO VISHVASHYA MATARAM’
    COW IS THE MOTHER OF UNIVERS !
    gay mata vishaye samshodhan karu chu !
    koi var moko malye ser karish !
    GAU SUKT vanchyu che ?
    GUJARATI TYPE KARTA NATHEE AAVADATU !!
    NAMASTE !
    Dr.Htesh

  70. માર્ચ 29, 2009 1:44 પી એમ(pm)

    “અનુભૂતિ તે મુખ્ય વસ્તુ છે, આલેખન પછી આવે છે”. આ લાઇન ને સમજ વા માટે તમારે એક પુસ્તક વાંચવું રહયું. પુસ્તક અંગ્રેજી માં છે. પુસ્તક નું નામ : Zero 2 Dot.
    web site : http://www.zero2dot.org

    આભાર

    ડો. સુધીર શાહ ના સ્નેહલવંદન

  71. arvindadalja permalink
    માર્ચ 31, 2009 2:40 પી એમ(pm)

    હીનાજી
    સૌ પ્રથમ બ્લોગ જગતમાં આપનુ સ્વાગત.
    આપે આપનો પરિચય ખૂબજ સુંદર અને સંપૂર્ણ રીતે આપ્યો છે તે બદલ પણ અભિનંદન. હું તો નિવૃત છું અને પુસ્તકો વાંચવાનો અને વસાવવાનો પણ શોખ છે. ગુજરાતી સાહિત્યના જૂના અને નવા લગભગ તમામે તમામ લબ્ધ પ્રતિષ્ઠિત સાહિત્યકારોના પુસતકો મેં વસાવેલા છે અને આજે પણ વસાવતો રહુ છું. અલબત્ત હાલમાં ચાલી રહેલા અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરાવવાની ગાંડી ઘેલછા મને ઘણી વાર મનમાં સવાલ પેદા કરે છે કે આ તમામ વસાવેલા પુસ્તકો મારી વિદાય પછી કોણ વાંચશે અને એટલે ક્યારે ક નવા પુસ્તકો ખરીદવા મન પાછું પડે છે પણ પુસ્તકો વાંચવાની અને વસાવવાની ટેવે ખરીદાતા રહે છે. wordpressદ્વારા શરૂ થયેલ ગુજરાતી બ્લોગની સુવિધાએ મને પણ બ્લોગ બનાવા પ્રેયો અને લખતો પણ કર્યો. આપ મારા બ્લોગની જરૂર મુલાકાત લેશો અને આપના પ્રતિભાવો પણ મોકલશો. આભાર અને અભિનંદન્ લખતા રહેશો.ફરી મળીશુ.
    મારા બ્લોગની લીંક http.arvindadalja.wordpress.com

    સ-સ્નેહ
    અરવિંદ

  72. ruchir permalink
    માર્ચ 31, 2009 8:00 પી એમ(pm)

    Very thoughtfully crafted blog. I liked especially the categories and range of subjects that you have chosen to offer. starting from mane gamata pustako to hazal.
    My wife also practices reiki. Best wishes from both of us to you.

  73. Hitul from Kenya permalink
    એપ્રિલ 5, 2009 4:41 એ એમ (am)

    Hello Heena, Glad to be on your page, splendid work. Aapdi to jhuni Odhkhan, khub saras and amulya vinela moti tapkavi ne gujarat ni shobha vadhavi che. My Promise mujhab, avish tyare chokas malish. “Aa to vidhi na lekh, ek na thaya, ne thaya be na ek”. Wish you best in all your future endeavours. Jai Shri Krshna.

  74. Mahesh Shah permalink
    એપ્રિલ 5, 2009 1:07 પી એમ(pm)

    Heena Parekh (manmaujee),

    Visited your site just by chance..while I was surfing net without any purpose or any specific subject in mind. I hit your site by Google….Gujarati language.
    Your own ‘paricahy’ is excellent. you are doing an excellent service by producing the blog in Gujarati. Your selectiions and sections and information are very good. I wonder how you get all this time??
    Makrand Dave’s two liner ” Gamtu male to ala……………..gulaal” is excellent.
    Keep up your work….start creating your own literature.

    Mahesh Shah

  75. એપ્રિલ 8, 2009 8:57 એ એમ (am)

    Respected Hinaben,
    I read your blog heenaparekh.wordpress.com
    Good Work…

    દીપમોતી મેગેઝીનનાં તમામ અંકો ગુજર।તીમાં PDF File Formatમાં આપવામાં આવેલા છે. બધા અંક આ વેબસાઈટ ઉપરથી ડાઉનલોડ કરી શકાય છે.
    દીપમોતી મેગેઝીનની વેબસાઈટ લીંકઃ
    http://sites.google.com/site/dipmoti

    આશા રાખું છું કે આપને દીપમોતીનાં અંકો ગમશે અને તમારા જ્ઞાનમાં વધારો કરશે. આપ આપનાં પ્રતિભાવો મારા ઇ-મેઇલ પર મોકલી શકો છો. મને ગમશે.

  76. jaysukh Talavia permalink
    એપ્રિલ 12, 2009 5:43 પી એમ(pm)

    i read your MORPICHH.me is also osho lover.i have attended osho shibir.i like to read gujarati literature.please intimate when osho shibir held in gujarat. i appreciate your efforts.

  77. Dahyabhai Prajapati permalink
    એપ્રિલ 13, 2009 3:59 એ એમ (am)

    simply wonderful ! just read your ” Parichay ”. it is quite inspiring and informative as well. wish you all the best my sister.

  78. Jayesh Patel permalink
    એપ્રિલ 26, 2009 10:51 પી એમ(pm)

    હિનાજી,

    નમસ્કાર.

    આપના બ્લોકની સફરે અનાયાસે જ આવી જવાયું….

    અદભૂત આનંદની અનુભૂતી થઈ એમ કહેવું વધારે પડતું નહીં લાગે…

    કારણ કે, આપના બ્લોગની મુલાકાતને પગલે વર્ષો પહેલાં મરી ચૂકેલા મારા માંહ્યલાને ઢંઢોળ્યો છે…..

    જે સાહિત્ય.. જે કાવ્ય-કાલ્પનિક દુનિયા… …
    … વગેરે… વગેરે… ….. …..

    ઠીક છે આ બધું….
    આ બધું….
    બધું….

    કાવ્ય-સાહિત્યની દુનિયાથી બહાર જરા ડોકીયું કરીએ છીએ તો…..
    તો….
    તો…
    બિહામણી વાસ્તવિકતા…
    નજર સામે ઊભી હોય છે…
    ………………………………………..
    તેનો સામનો કરવો સહેલ નથી….

    ………….
    બસ તેથી જ …
    ………….
    સામનો કરવાના ભયથી…
    કે…
    વાસ્તવિક દુનિયાને વિસરીને…
    સ્વપ્નોની દુનિયામાં રાચવાની વૃત્તિને પોષવા…
    કદાચ…….. કાવ્ય-કૃતિ..
    એક બહાનું ન હોય?!


    કલ્પના અને વાસ્તવને બાપે માર્યાં વેર છે….

    કોઈ પણ જાતના બોજ વગર જીવતા લોકો…
    શ્રેષ્ઠ કાવ્યો-સાહિત્ય આપે છે…
    જો તેમના ઉપર આપણી જેમ જ અઢળક જવાબદારીનો બોજો હોત તો ?………….
    ……..
    કોઈ જવાબ નથી…..
    અને આ વાસ્તવિકતાનું ભાન…
    માથા ઉપર જવાબદારીનો પહાડ આવ્યા વગર…ટ
    નથી થતું….
    ……
    ….
    ..
    .
    શું આપણે વાસ્તવમાં જીવીશું ……….

    કે….

    કલ્પનાની રમ્ય સૃષ્ટિમાં…
    સમાઈ જઈને….
    આપણી સામાજિક-આર્થિક જવાબદારીઓથી…
    કળપૂર્વક છટકી જઈશું…?!!…
    …………….
    ………………….
    …………………………
    ………………………………
    કદાચ …………………
    જવાબ કોઈની પાસે નથી……..
    અસ્તુ……

    જયેશ પટેલ.

  79. મે 1, 2009 12:22 એ એમ (am)

    nice to c ur blog …..!

  80. Biren Gopani permalink
    મે 28, 2009 5:38 પી એમ(pm)

    khubaj Sundar

  81. Biren Gopani permalink
    મે 29, 2009 5:28 પી એમ(pm)

    Tamaro profile joi ne em thay ke kharekhar pustako ni aatli moti library ho vi te aaj na jamana maa gaurav leva jevi babat che. Gunvant shah sachu kahe che ke je na ghar maa aath dash sara pustako na hoi, te na ghar maa tamari Dikari paranaavavi nahi. Keep it up

  82. virendra Soni permalink
    જૂન 22, 2009 2:24 પી એમ(pm)

    હિનાબેન,
    વેબ પર ગુજરાતી જોઇ ખુબ આનન્દ થાય છે. આપની ઉત્તરોત્તર પ્રગતિ થતી રહે તેવી હાર્દિક શુભકામના
    virendra Soni
    Rajkot.
    heena ben 1 book nu name apu chu chandrakant 3 bhag che rede karsho

  83. jaysukh talavia permalink
    જૂન 29, 2009 1:30 પી એમ(pm)

    glad to know intro.

  84. Dinesh Pandya permalink
    જૂન 29, 2009 2:52 પી એમ(pm)

    હિના પારેખ “મનમૌજી”

    જુદા જુદા ગુજરાતી બ્લોગ્સ જોતા અને માણતા “મોરપીંછ” હાથ લાગ્યું. સાહિત્ય સાથે આધ્યાત્મિક
    પ્રવૃતિ આવકારદાયક હોય છે.

    તમારી ઉત્તરોત્તર પ્રગતિ થતી રહે તેવી શુભેચ્છા!

    દિનેશ પંડ્યા

  85. જુલાઇ 14, 2009 7:04 એ એમ (am)

    Heenaji, You have done excellents hope for the best in future.

  86. Dr. Bhavin Uadhyaya permalink
    ઓગસ્ટ 6, 2009 9:38 એ એમ (am)

    Respected Heenaben,
    I am Dr. Bhavin Upadhyaya.
    I came across your blog / poems accidentally and find it very interesting.
    I am a Neurologist in Baroda.
    Keep Sending mails…..
    Thanks for all the poems…….
    Bhavin

  87. sanjay shah permalink
    સપ્ટેમ્બર 5, 2009 1:51 પી એમ(pm)

    Apni mahiti thi vakef thai ek veet apne hu karu, Shri Chandrakant Baxi ni books no thodo abhyas karasho, Patrakar no abhayas karyo che to thoda kranti-kari vicharo ne jagat same lavasho. Aje apni jarror che.
    Abhar, Take me +tive,
    sanjay/5.th sept 2009

  88. સપ્ટેમ્બર 6, 2009 7:37 પી એમ(pm)

    aaje j tamari website ni mulakat thai.
    saru lagyu.
    tamaro parichay thayo.
    have tamne vanchi shakish.
    abhar.

  89. ઓક્ટોબર 1, 2009 7:49 એ એમ (am)

    હિનાદીદી,

    તમારો પરિચય તમારા આત્માની સુંદરતા પ્રગટ કરે છે. બિલકુલ નાના બાળક જેવી રજૂઆત, સહજ અને સરળ. ન કોઈ આડંબર, ન કૃત્રિમતા.

    તમારૂં અધ્યાત્મ પણ આંટીઘૂંટી વગરનું છે. પરિચયમાં ઉલ્લેખેલા આધ્યાત્મિક સિતારાઓનાં નામો જોતાં જ એ સ્પષ્ટ થાય છે. મંત્રદીક્ષા ભલે ગમે ત્યાં લીધી હોય, પણ તમારો પરિચય વાંચતાં એવું લાગે છે કે કોઈ સંપ્રદાયમાં હોવા છતાં તમે સંપ્રદાયથી મુક્ત છો.
    … અને આ બહુ જ અઘરૂં છે.

    સાહિત્ય, અધ્યાત્મયાત્રામાં અને અધ્યાત્મ, સાહિત્યયાત્રામાં તમને વધુને વધુ આગળ લઈ જનાર બને એ ભાવના સહ, ‘શુભાસ્તે સન્તુ પન્થાનઃ’

    શુભેચ્છુ મુનિ મિત્રાનંદસાગર

  90. ઓક્ટોબર 3, 2009 2:16 પી એમ(pm)

    Kem Chho Heenaben,
    I have seen you blog first time today. It’s very very nice.

    Do visit my blog http://arsh.wordpress.com

    Thanks,

  91. Prakash GADHAVI permalink
    ઓક્ટોબર 4, 2009 3:34 પી એમ(pm)

    Jay Mataji First of all to Heena,

    It is really great pleasure to read about and have a wonderful time spent on your site.

    Appreciate your great job for sahitya.

    Keep it up, best wishes to you n your creative team.

    Prakash GADHAVI

  92. Prakash GADHAVI permalink
    ઓક્ટોબર 4, 2009 3:44 પી એમ(pm)

    Jay Siya Ram to all

    http://www.iiramii.net/ramkatha_schedule_seychelles_dec2009.html

  93. Kanani Haresh permalink
    ઓક્ટોબર 4, 2009 10:21 પી એમ(pm)

    તમારી ઉત્તરોત્તર પ્રગતિ થતી રહે તેવી શુભેચ્છા!
    http://palji.wordpress.com/

  94. ઓક્ટોબર 10, 2009 5:52 પી એમ(pm)

    Res.Hinaji
    regards, I am Hardik Yagnik , NEWS reader in Doordarshan. I saw your blog it is nice & having great work.
    I would like you to visit my blog http://www.hardikyagnik.blogspot.com & plz give a comments on it . may be iit will help me to improve the things
    pranam
    Hardik Yagnik
    9879588552

  95. tanakho permalink
    ઓક્ટોબર 14, 2009 1:20 પી એમ(pm)

    good

  96. ફેબ્રુવારી 1, 2010 11:21 પી એમ(pm)

    Your Blog on books was really informative. Thanks.

  97. ફેબ્રુવારી 6, 2010 3:02 પી એમ(pm)

    હિના
    બ્લોગ સુંદર છે. તમારો પરિચય વાચવાનું ગમ્યું. અધ્યાત્મ સાથે જોડયેલી વ્યક્તિ બીજા કરતા અલગ હોય છે. એમની પોતાની એક અલગ વિચારધારા હોય છે.
    કીર્તિદા

  98. રણજીતસિંહ વાધેલા permalink
    ફેબ્રુવારી 12, 2010 2:25 પી એમ(pm)

    “મનમૌજી” હિના પારેખ તમરો બ્લોગ “મોરપીંછ” વાંચ્યો “અદભૂત” લાગ્યો
    પ્રોમીસ હવે નિયમિત “મોરપીંછ” ના દર્શન કરીશ.

  99. માર્ચ 10, 2010 10:11 પી એમ(pm)

    બહુ વખતથી,
    તમારા મોરપીંછ સુધી પહોચવું હતું..પણ એક ય બીજા કારણે એમ નહોતું થઇ શકતું…
    આજે સ્પર્શ્યા અને………
    તમારો બ્લોગ અને તમારો પરિચય આપવાની કળા બને ગમ્યા!
    તમારા બ્લોગ પર અમારી શાળાના બ્લોગની લીંક (http://nvndsr.blogspot.com) મૂકી શકાય?
    તેનાથી ગુજરાતની એક સરકારી શાળાની પ્રવૃતિઓને વધુ વિવેચકો મળી શકે !
    તમારો જવાબ મને ગમશે!

  100. માર્ચ 25, 2010 10:54 એ એમ (am)

    ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે.
    તમારો બ્લોગ અને તમારો પરિચય આપવાની કળા અદભુત છે.

    આપને જણાવતા આનંદ થાય છે કે મારી એક ગુજરાતી સાહીત્ય પર ની વેબસાઈટ બની છે.

    જેમાં કવિતા, ગઝલગુજૅરી, ઇતિહાસ વિશે ની માહીતી, હેરીટેજ ફોટા તેમજ આપના કોઇ અનુભવ ની ગાથા રજુ કરી છે.

    આપ જો આવા કોઈ શોખ ધરાવતા હોવ તો હોય તો આપના નામ સાથે પ્રસ્તુત કરવામાં આવશે.

    આપ ની કોઇ કવિતા કે લેખ હોય તો આપ ના નામ સાથે અમે અમારી વેબ સાઈટ ઉપર પ્રસ્તુત કરી શકીએ? જેના રાઈટસ આપના રહેશે.

    આપ મારો સંપકૅ આ નંબર પર કરી શકો છો – ૯૯૨૪૯૮૨૦૦૪

    Mail ID : kaushal@vinelamoti.com, kaushal_084@yahoo.co.in

  101. એપ્રિલ 19, 2010 1:44 પી એમ(pm)

    Nice blog
    but i am sorry to say you that no one likes protected post

  102. જૂન 16, 2010 2:19 પી એમ(pm)

    “મનમૌજી” હિના પારેખ,
    મને સૌથી વધારે તમારું ઉપનામ ગમ્યું …….!! કદાચ હું પણ તમારી જેમ મૂડી છુ એટલે….!!!
    સાહિત્ય અને આધ્યાત્મ એકબીજાના પુરક છે . જે માણસને સાહિત્યમાં રસ હોય તે ધીમે-ધીમે તે દ્વારા જ આધ્યાત્મિક વાંચન તરફ વળે છે અને રસ વધતા તેના ઊંડાણમાં ઉતરે છે. રેકી મેં પણ સેકન્ડ ડીગ્રી સુધી કરી છે. તમે લખ્યું છે તેમ હું પણ અનુભૂતિની અવેજમાં લખવું ક્યારેય પસંદ નથી કરતી . અંતરની અનુભૂતિ એટલી પ્રબળ હોય કે આપોઆપ શબ્દ રૂપે વહે ત્યારે જ આપોઆપ જે રચાય છે તે મન ની નિકટ હોય છે ….
    આમ જ મળતા રહીશું …
    મૌસમી મકવાણા – ‘સખી’

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: