Skip to content

બીજો પડાવ

જાન્યુઆરી 15, 2009

 

જાન્યુઆરી ૬, ૨૦૦૯

Shraddha Inn-1

Shraddha Inn-1

Shraddha Inn-2

Shraddha Inn-2

Shraddha Inn-3

Shraddha Inn-3

Shraddha Inn-4

Shraddha Inn-4

અમારે બપોરે ૧૨.૦૦ વાગ્યે ચેક આઉટ કરવાનું હતું એટલે ત્યાં સુધીનો અમારી પાસે સમય હતો. હોટલમાં અમારે ઘણું બધું જોવાનું બાકી હતું. હોટલમાં ૨૪ કલાકની કોફી શોપ નૈવેદ્ય અને વેજીટેરીયન રેસ્ટોરન્ટ રાજભોગ છે. તે ઉપરાંત ધી કેરાલા આયુર્વેદિક થેરાપી સેન્ટર”, મેડીટેશન રૂમ તપસ્યા”, ગેઈમ રૂમ અને લાઈબ્રેરી રૂમ મનોરંજન”, સ્વીમિંગપૂલ અને ગાર્ડનની સુવિધા હતી. બ્રેકફાસ્ટ કર્યા બાદ આ બધું જોઈ અમે ગાર્ડનમાં બેઠા. શ્રધ્ધા ઈન ખરેખર સરસ હોટલ હતી.

તડકો આકરો થવા માંડ્યો એટલે અમે પાછા રૂમમાં આવ્યા અને આગળ પ્રયાણ કરવાની તૈયારી કરી. ૧૨.૦૦ વાગ્યા સુધીમાં અમારો સામાન ગાડીમાં ગોઠવી દીધો અને મુંબઈ જવા નીકળ્યા. ખબર નહીં કેમ પણ શિરડીથી મુંબઈનો રસ્તો અમને બધાને કંટાળાજનક લાગ્યો.

Shirdi to Mumbai

Shirdi to Mumbai

Shirdi to Mumbai-2

Shirdi to Mumbai-2

મુંબઈ આગ્રા હાઈવે પરથી શાહપુર, ઈગતપુરી થઈ અમે મુંબઈના સીમાડામાં પ્રવેશ્યા. CST (વી.ટી. સ્ટેશન ) તરફ આગળ વધતા હતા ત્યાં સાયન વિસ્તારમાં એક ઓવરબ્રીજ પાસે અમારી ગાડીને બે હવાલદારે રોકી. જે રીતે ગાડીને રોકવામાં આવી તેના પરથી જ અમને ખ્યાલ આવી ગયો કે આ લોકો હેરાન કરવાના અને પૈસા કઢાવવાના મૂડમાં છે. ડ્રાઈવર ને ગાડીની બહાર બોલાવીને બધા ડોક્યુમેન્ટસ જોવા માંગ્યા. બાકી બધું તો બરાબર હતું પણ આર.સી.બુક રીન્યુ ન્હોતી થઈ એટલે હવાલદારે આર.સી.બુક લઈ લીધી અને ૨૦૦૦/- રુ. ની રસીદ બનાવી દીધી. ડ્રાઈવરે આજીજી કરી પણ હવાલદાર ધરાર માને નહીં. સહી કરીને પૈસા ચૂકવવા ઉતાવળ કરાવે. ડ્રાઈવરે એના માલિકને વલસાડ ફોન કર્યો અને માલિકે મુંબઈના કોઈ ઈન્સપેક્ટર પાસે હવાલદારને ફોન કરાવ્યો ત્યારે માંડ માંડ ૮૦૦/- રુ. માં પતાવટ કરી. આર.સી.બુક તો પાછી આપી પણ રસીદ ન આપી.

 

ત્યાંથી સીધા અમે CST પહોંચ્યા ત્યારે સાંજ ના ૬ વાગ્યા હતા. આતંકવાદીઓએ CST પર ગોળીબાર કરીને નિર્દોષ મુસાફરો અને સુરક્ષા કર્મીઓના જાન લીધા પછી અહીં સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. આ સ્ટેશન પર ૧૮ પ્લેટફોર્મ છે અને દરેક પ્લેટફોર્મ પરથી વારાફરતી કોઈ ને કોઈ ટ્રેન ઉપડતી જ રહે છે. તેથી મુસાફરો ઘણી મોટી સંખ્યામાં હોય.

 

અમારી કોંકણકન્યા એક્સપ્રેસનો સમય હતો રાત્રે ૧૧.૦૦ વાગ્યાનો. અમારે CST પર પાંચ કલાક વીતાવવાના હતા. અમને બધાને પ્લેટફોર્મ પર બેસવાની જ્ગ્યા તો મળી ગઈ. પણ માઈક પર થતું સતત એનાઉન્સમેન્ટ સાંભળી સાંભળીને વધારે કંટાળી ગયા. આખરે ટ્રેન આવી અને અમે એમાં ગોઠવાયા. ૧૧.૦૦ વાગ્યે ટ્રેન મડગાંવ જવા માટે રવાના થઈ. આમ કોંકણકન્યા એક્સપ્રેસમાં અમારો બીજો પડાવ થયો.    

 

Advertisements
10 ટિપ્પણીઓ leave one →
 1. Umesh Rathod permalink
  જાન્યુઆરી 15, 2009 4:50 પી એમ(pm)

  Good Photo’s.

 2. Umesh Rathod permalink
  જાન્યુઆરી 15, 2009 5:05 પી એમ(pm)

  Good Phota.

 3. જાન્યુઆરી 15, 2009 9:41 પી એમ(pm)

  Heenaben…So we reached Mumbai…..now where ?

 4. Vinod Patel permalink
  જાન્યુઆરી 16, 2009 1:28 એ એમ (am)

  I am not surprised by your experience on the road. Corruption is in our blood. Here are the facts: DISHONEST INDUSTRIALISTS, scandalous politicians and corrupt IAS, IRS, IPS officers have deposited in Swiss banks in their illegal personal accounts a sum of about $1500 billion, which have been misappropriated by them. This amount is about 13 times larger than the India’s foreign debt. With this amount 45 crore poor people can get Rs 1,00,000 each. This huge amount has been appropriated from the people of India by exploiting and betraying them. Once this huge amount of black money and property comes back to India , the entire foreign debt can be repaid in 24 hours. After paying the entire foreign debt, we will have surplus amount, almost 12 times larger than the foreign debt. If this surplus amount is invested in earning interest, the amount of interest will be more than the annual budget of the Central government. So even if all the taxes are abolished, then also the Central government will be able to maintain the country very comfortably. Who says India is poor Country? We are just dishonest and corrupt. Thank you.

  Vinod Patel, USA

 5. જાન્યુઆરી 16, 2009 9:17 એ એમ (am)

  good going……

  Nice to read

 6. જાન્યુઆરી 16, 2009 7:24 પી એમ(pm)

  હીનાબેન

  બીજો પડાવ વાંચ્યો.

  આર.સી.સી.બુક ની 2000 ની પતાવટ 800 માં થઇ. ગાડી ના માલીકે હવાલદાર ને સાચું કર્મ કરતાં રોકયો. હવાલદાર ને પણ ખબર જ છે કે પતાવટ કરી લેવામાંજ માલ છે. ભારત માં સાચા વ્યકતી ની કદર કયારેક જ થાય છે. ભારતના ઇમાનદાર ભુતપુર્વ ચુંટણી કમીશનર ટી.એન. શેશન તથા મ્યુનશીપલ કમીશનર જી.આર. ખેરનાર ની આજે શું દશા છે ??

  વંદન
  ડો.સુધીર શાહ

 7. જાન્યુઆરી 16, 2009 7:27 પી એમ(pm)

  Second Holt ,photographs are very good.
  waiting for 3rd Holt.

  Dr.Sudhir Shah
  http://www.drsudhirshah.wordpress.com

 8. vinay permalink
  જાન્યુઆરી 18, 2009 12:26 પી એમ(pm)

  ur tour tales like an india on the road,

  very good

 9. MANAV PATEL permalink
  જાન્યુઆરી 18, 2009 8:37 પી એમ(pm)

  nice trip , very bad experience , sorry , mera Bharat mahan , vinod patel is absolutely right .

 10. માર્ચ 3, 2009 11:43 એ એમ (am)

  ડૉ. સુધીર શાહ,

  શેષન ચુંટણી અધિકારી તરીકે મેળવેલ ખ્યાતિને વટાવવા ગયા..એમા ગયા ! ! !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: