Skip to content

Schedule Post

જાન્યુઆરી 12, 2009

 

મિત્રો,

 

જાન્યુઆરી ૫ થી જાન્યુઆરી ૧૦ સુધી હું બહારગામ હતી. આમ તો રોજ એક કવિતા મારા બ્લોગ પર મૂકવામાં જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી નિયમિત રહેવાની મારી ઈચ્છા. અને જ્યારથી કાર્તિકભાઈએ (http://kartikm.wordpress.com) Schedule Post વિશે માહિતી આપી ત્યારથી મને તો દોડવું હતું ને ઢાળ મળ્યો જેવું થયું. આખો દિવસ તો સમય ન મળે એટલે રોજ રાત્રે એક કવિતા ટાઈપ કરું અને બીજા દિવસની સવારનો સમય આપી પોસ્ટ કરવા માટે મૂકું. આ મારો રોજનો નિયમ.

 

બહારગામ જવાનું ઘણાં સમયથી નક્કી હતું. એટલે મેં વિચાર્યું હતું કે એટલા દિવસ માટે આગળથી કવિતાઓ ટાઈપ કરીને Schedule Postમાં મૂકી જઈશ. પણ ઓફિસ અને ઘરમાં સતત વ્યસ્તતા અને USAથી સ્વજનો આવેલા હોવાથી હું એક અઠવાડિયા માટેની કવિતાઓ ટાઈપ ન કરી શકી. ૫મીના રોજ સવારે નીકળવાનું હતું. બધી તૈયારી કરવામાં થાકીને લોથપોથ થઈ ગઈ હતી. રાત્રે ૧ વાગ્યે બધું પેકિંગ પતાવીને પથારીમાં પડી. પણ ઉંઘ ન આવે. મનમાં થયા કરે કે કવિતા તો રોજ બ્લોગ પર પોસ્ટ થવી જ જોઈએ. પથારી છોડીને કોમ્પ્યુટર સામે ગોઠવાઈ ગઈ. અને એટલા દિવસ માટે લઘુકાવ્યો પસંદ કરીને ફટાફટ ટાઈપ કર્યું. બધું પૂર્ણ કરીને ફરી પથારી ભેગી થઈ. એ વહેલી પડજો સવાર…

 

( કાલથી મારી ૬ દિવસની સફર વિશે વાત કરીશ )

 

હિના પારેખ

Advertisements
7 ટિપ્પણીઓ leave one →
  1. જાન્યુઆરી 12, 2009 9:22 એ એમ (am)

    Dedication to the work is the best event of the lifetime.

    Very good, that is why, each and every post on your blog is worthy reading

    tamari yatra vishe janvani utkantha raheshe.

    Regards

  2. જાન્યુઆરી 12, 2009 1:42 પી એમ(pm)

    હિનાબેન

    6 દીવસની સફર અવરણનિય જ હશે , અનુભવો-અનુભુતી-આત્મીય આનંદ ની વાતો માટે રાહ જોઇએ છીએ.

    પોતાના માટે પણ તમે “સમય” કાઢ્યો તે ગમયું.

    ડો. સુધીર શાહ ના વંદન્.

  3. જાન્યુઆરી 12, 2009 6:33 પી એમ(pm)

    આ ૬ દિવસની સફરનું એક પેજ અલગ રાખજો.. તેમાં ક્યારેક થોડું “પારિજાત” કે થોડું “મનાંકન” વિશે તો ક્યારેક થોડું ડો. ગોપાલ શર્મા “સહર”ના “તિનકા તિનકા સપને” નો ગુજરાતીમાં અનુવાદ બાબતે કે પછી તમારી પ્રકાશિત સ્વરચિત કવિતા અને નવલિકાઓ વિષે લખશો તો આનંદ થશે.

    કમલેશ પટેલ

  4. ગોવીંદ મારૂ permalink
    જાન્યુઆરી 13, 2009 9:53 એ એમ (am)

    હીનાબેન,

    આપની સફરના છ દીવસોના સફરનામાનો અહેવાલ સચીત્ર આપશો તો આનંદ થશે.

    આપની સફર સફળ થાઓ એવી હાર્દીક ઈચ્છા છે.

    ગોવીન્દ મારુ

  5. જાન્યુઆરી 13, 2009 10:01 એ એમ (am)

    હીનાબેન,

    આપની સફર સફળ રહે એવી હાર્દીક ઈચ્છા છે.

    સફરનામાનો સચીત્ર અહેવાલ આપશો તો આનંદ થશે. અમે અહેવાલની રાહ જોઈશું.

    ગોવીન્દ મારુ

  6. aatish permalink
    જાન્યુઆરી 17, 2009 8:10 પી એમ(pm)

    hi,
    thanks for shrinr travel story with us.

  7. MANAV PATEL permalink
    જાન્યુઆરી 19, 2009 8:02 પી એમ(pm)

    HAVE A NICE TRIP HINABEN , WE ARE WAITING FOR ARTICLE .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: