Skip to content

મારે પણ કંઈ કહેવું છે…

જૂન 10, 2008

સાહિત્ય પ્રત્યેની મારી અઢળક રુચિ અને પુસ્તકો સાથેની અઠંગ મૈત્રીના કારણે ઘણી બધી સાહિત્યીક રચનાઓને માણવાનું થયું છે. જે કંઈ ગમી જાય તે ડાયરીમાં ટપકાવવાની આદત પણ ખરી. પરિણામે આ સંગ્રહ ઘણો મોટો થતો ગયો. આ બધું મારા સિવાય કોણ વાંચશે? કોણ માણશે?-એ વિશે આ પહેલાં મેં કદી વિચાયુઁ નહોતું. ગુજરાતી બ્લોગ વિશે જ્યારે જાણ્યું ત્યારે મને થયું કે……

ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીએ

ને ગમતાંનો કરીએ ગુલાલ

(મકરન્દ દવે)

 

મને ગમતી રચનાઓ હું ક્ર્મશઃ પોસ્ટ કરીશ. અને તે પણ બની શકે તો જે તે સજૅકના નામ સાથે. કારણ કે ઈન્ટરનેટની દુનિયામાં એવું પણ બને છે કે Copy & Paste કરીને જાણીતા સજૅકની રચના પોતાના નામે ચડાવી દેવામાં આવે છે. જે ખરેખર ઘણી ગંભીર બાબત છે.

 

મારા બ્લોગ પર પોસ્ટ થનાર તમામ રચનાઓના નામી-અનામી સજૅકોનો હું અગાઉથી આભાર માનું છું. તેઓની કલમની કમાલ વગર આ બ્લોગનું અસ્તિત્વ ન હોત.

 

બ્લોગ બનાવવા માટે મને માગૅદશૅન આપનાર શ્રી ધવલભાઈ શાહ (www.dhavalshah.com) નો પણ હું ખાસ આભાર માનું છું.

 

હું સાહિત્યીક ગુલાલ વડે આપસૌનું સ્વાગત કરું છુ. ચાલો ત્યારે આપણે સહુ એ ગુલાલમાં રંગાઈએ.

Advertisements
15 ટિપ્પણીઓ leave one →
  1. જૂન 11, 2008 4:16 એ એમ (am)

    તમારું સ્વાગત હો!

    વાંચવાની મઝા માણીશું.

    તમે પણ વાંચશો

    “મન માનસ અને મનન”

    http://www.pravinash.wordpress.com

  2. જૂન 11, 2008 7:57 એ એમ (am)

    આપનું હાર્દીક સ્વાગત

  3. જૂન 12, 2008 1:52 એ એમ (am)

    I already welcomed you a couple of days back at your Blog, Heena bahen! Now your blog is all set. Fine. Welcome to Gujarati Net Jagat.

    All Best Wishes to you! …. Harish Dave Ahmedabad

  4. જૂન 12, 2008 5:12 એ એમ (am)

    ગુજરાતી બ્લૉગ-જગતમાં આપનું હાર્દિક સ્વાગત!

  5. jugalkishor permalink
    જૂન 12, 2008 6:45 એ એમ (am)

    સ્વાગતમ્ !!

    શુભેચ્છાઓ !
    અને
    આભાર…

  6. જૂન 12, 2008 10:10 એ એમ (am)

    મનગમતી સાહિત્યિક કૃતિઓ અન્ય ભાવકો સુધી પહોંચાડવા બ્લોગ જેવું ઉત્તમ માધ્યમ બીજું કયું હોઇ શકે? સ્વાગતમ.

  7. જૂન 23, 2008 2:34 એ એમ (am)

    અભિનંદન !

  8. chetanparekh permalink
    જૂન 23, 2008 5:26 પી એમ(pm)

    ખુબ ખુબ આભાર મને મારો બ્લોગ તૈયાર કરવામા મદદ કરવા બદલ.

  9. ઓગસ્ટ 24, 2008 3:06 પી એમ(pm)

    kharekhar anand thayo….

  10. ઓક્ટોબર 23, 2008 9:35 એ એમ (am)

    રિપ્લાઇ કરવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો …

    હું ઍવી આશા રાખી શકું ? કે તમે જે પણ નવી પોસ્ટિંગ કરો ઍ મને આ જ રીત થી જણાવો ….

  11. ઓક્ટોબર 23, 2008 9:38 એ એમ (am)

    ખરેખર તમે ગુજરાતી સાહિત્ય માટે સુવર્ણ ચંદ્રક મેળવવા ના લાયક છો…

  12. નવેમ્બર 19, 2008 9:19 એ એમ (am)

    વાહ, આ સહિત્ય જગતના ગુલાલથી રમવુ, રંગવુ અને રંગાવુ તો મને પણ ખુબ જ ગમે છે. સુંદર બ્લોગ અને સુંદર કૃતિઓ.

  13. જૂન 1, 2009 9:04 પી એમ(pm)

    bahu sunder blog tame banavyo che

  14. ઓગસ્ટ 21, 2009 9:36 એ એમ (am)

    સુંદર બ્લોગ………….હાર્દિક સ્વાગત!

  15. Haresh Kanani permalink
    સપ્ટેમ્બર 26, 2009 11:40 પી એમ(pm)

    સુંદર બ્લોગ…
    તારી
    યાદ માને યાદમાં
    મારી આખો
    સતત રહેછે ભીની ..
    તેમાં તારી
    યાદની મચલી
    તરયાજ કરે
    તરયાજ કરે ..!!

    http://palji.wordpress.com

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: